કેડીટીટીએની ખ્યાતિ ભટ્ટ ને સ્ટેટ ટેનિસ ટુર્નામેન્ટ માં ત્રણ ગોલ્ડ મેડલ

કેડીટીટીએની ખ્યાતિ ભટ્ટ ને સ્ટેટ ટેનિસ ટુર્નામેન્ટ માં ત્રણ ગોલ્ડ મેડલ

આદિપુર, તા.12 :  જે.ડી. એકેડેમી સુરત ખાતે તા. ૯ થી 12 દરમ્યાન આયોજિત ગુજરાત સ્ટેટ રન્કીંગ ટેનિસ ટુર્નામેન્ટ માં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડી ખ્યાતિ ભટ્ટ એ ગર્લ્સ અંડર- 16, ગર્લ્સ અંડર- 14  અને ગર્લ્સ અંડર-12 એમ ત્રણે કેટેગરીમાં માં ચેમ્પિયન બનીને કચ્છનું નામ રોશન કર્યું છે.

ખ્યાતિએ ગર્લ્સ અંડર-16 ની ફાઈનલમાં સુરતની શ્રેયલ ને 6-1 થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ પહેલા સેમી ફાઈનલમાં સુરતની જ ટ્વિન્કલને 6-4 થી હરાવ્યું હતું.

ગર્લ્સ અંડર-14 ની ફાઈનલમાં સુરતની મીનાક્ષીને હરાવીને 6-1થી ટાઈટલ જીત્યું હતું અને આ પહેલા સેમી ફાઈનલમાં સુરતની જ સંથ્રારાવધની ને 6-2 થી હરાવ્યું હતું.

ગર્લ્સ અંડર-12ની ફાઈનલમાં સુરતની મીનાક્ષીને 6-0 થી હરાવીને ટાઈટલ જીત્યું હતું અને આ પહેલા સેમી ફાઈનલમાં સુરતની જ હિડિંબા ને 6-1 થી હરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ ભટ્ટ કેડીટીટીએની ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર તેમજ આસિ.કોચ નરેન્દ્ર કંથારિયા અને પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહી છે.

ખ્યાતિને તેની આ સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા  હતા.

Share Now

Related Post

Leave us a reply

X