કેડીટીટીએની ટેનિસ ખેલાડી ખ્યાતિને રાજ્ય સ્કૂલ ગેમ્સમાં સિલ્વર મેડલ

કેડીટીટીએની ટેનિસ ખેલાડી ખ્યાતિને રાજ્ય સ્કૂલ ગેમ્સમાં સિલ્વર મેડલ

આદિપુર, તા.19 : ખોખરા, અમદાવાદ ખાતે તા. 15 થી 17 ઓક્ટોબર, 2023 દરમિયાન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્કુલ ગેમ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડી ખ્યાતિ ભટ્ટએ અંડર-14 ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ફાઇનલમાં કચ્છ જિલ્લાની ટીમની વડોદરા જિલ્લાની ટીમ સામે હાર થતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

કચ્છ જિલ્લાની ટીમમાં ખ્યાતિ સાથે માંડવીની સાત્વી મર્દાનિયાને ગાંધીધામની નિયતિ અડવાણીએ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે હવે અહીં વિજેતા બન્યા બાદ રાષ્ટ્ર કક્ષાની નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવા જશે.

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ ભટ્ટ કેડીટીટીએની ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર તેમજ આસિ.કોચ નરેન્દ્ર કંથારિયા અને પ્રનેન્દ્રભોવડ પાસે તાલીમ લઇ રહી છે.

ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X