કેડીટીટીએના ખેલાડી ધ્રુવને સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ

કેડીટીટીએના ખેલાડી ધ્રુવને સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ

આદિપુર, તા.12 :  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરતના ઉપક્રમે યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ સાતમી ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં કેડીટીટીએ આદિપુરના ખેલાડી ધ્રુવ ભંભાણીએ અંડર-11 બોયઝ કેટેગરીમાં કચ્છના જ યુગ પ્રતાપ સિંગને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  આ પહેલાં સેમીફાઈનલમાં ધ્રુવની રાજકોટના દેવ ભટ્ટ સામે હાર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે અમરચંદ સિંધવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધુવ કેડીટીટીએ ખાતે કોચ દેબજોય પૂશીલાલ પાસે ટેબલ ટેનિસની તાલીમ લઇ રહ્યો છે.

ધ્રુવને તેની આ સિદ્ધિ બદલ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા  હતા

Share Now

Related Post

Leave us a reply

X