કેડીટીટીએ ના ખેલાડી સાવ્યા અગરિયાની સ્ટેટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની હેટ્રિક

આદિપુરતા.28 : અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષકેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીના ખેલાડી સાવ્યા અગરિયાએ ફેબ્રુઆરી માસ માં યોજાયેલી જુદી જુદી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં અન્ડર -10 બોયસ કેટગરીમાં ટાઇટલ જીતવાની હેટ્રિક કરતાં સતત ૩ ગોલ્ડ મેડલ જીત્યા છે.

સાવ્યાએ પહેલા રાઈઝીંગ સ્ટાર ટેનિસ એકેડેમી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં માં અન્ડર-10 બોયસ સિંગલ્સ નો ખિતાબ જીત્યો હતો.

ત્યાર બાદ અલ્ટીઅસ ટેનિસ એકેડેમી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં માં અન્ડર-10 બોયસ સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

અને તાજેતરમાં સ્રગ ટેનિસ એકેડેમી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં માં અન્ડર-10 બોયસ સિંગલ્સ નો ટાઈટલ જીતીને આદિપુરના આ ખેલાડીએ સ્ટેટ ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ મેળવવાની હેટ્રિક કરી હતી.

આ ઉપરાંત સાવ્યાએ તા. ૨૩મી થી ૨૫મી દરમ્યાન સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી દ્વારા માંડવી ખાતે આયોજિત લોન ટેનિસ ટુર્નામેન્ટ માં પણ અન્ડર-10 બોયસ સિંગલ્સ નો ખિતાબ જીત્યો છે.

સાવ્યા અગરિયા  કેડીટીટીએ ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે ટેનિસની તાલીમ લઈ રહ્યો છે.

સાવ્યાને તેની આ સિદ્ધિ બદલ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X