કેડીટીટીએને ટેનિસની કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગેમ્સમાં બે ગોલ્ડ

કેડીટીટીએને ટેનિસની કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગેમ્સમાં બે ગોલ્ડ

આદિપુર, તા.08 : માંડવીમાં સ્પંદન એકેડેમી ખાતે તા.4ના રોજ યોજાયેલ ટેનિસની કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કુલ ગેમ્સ 2023-24માં કેડીટીટીએ આદિપુરના બે ખેલાડીઓ એ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

આ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં કેડીટીટીએ અને અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ સ્કુલની જીયા મહેશ્વરીએ ગર્લ્સ અન્ડર-17 સિંગલ્સની ફાઇનલમાં ભુજની કેઆ ઠક્કરને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

જયારે કેડીટીટીએ અને હેપી વેલી સ્કુલની ખ્યાતિ ભટ્ટએ ગર્લ્સ અન્ડર-14 સિંગલ્સની ફાઇનલમાં માંડવીની સાત્વી માર્દાનીયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

આ સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા કરવામાં આવ્યું હતું.

હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (કેડીટીટીએ) ની ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહેલી આ બંને ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે.

બંને ખેલાડીઓને વિજેતા બનવા બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X