કચ્છ ડિસ્ટ્રિક્ટ ટીટી સ્કુલ ગેમ્સમાં કેડીટીટીએને આઠ મેડલ

કચ્છ ડિસ્ટ્રિક્ટ ટીટી સ્કુલ ગેમ્સમાં કેડીટીટીએને આઠ મેડલ

આદિપુરતા.05 : અહીના સ્વ. શ્રી એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડીયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સોમવારે તા. 4ના રોજ યોજાયેલ ટેબલ ટેનિસની કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કુલ ગેમ્સ 2023-24માં કેડીટીટીએ આદિપુરના ખેલાડીઓ એ ૩ ગોલ્ડ મેડલ સહીત આઠ મેડલ જીત્યા છે.

આ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં અન્ડર-17 બોયસ સિંગલ્સ કેટેગરીમાં કેડીટીટીએના અને પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના વંશ સુન્દ્રાણીએ કેડીટીટીએના અને અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કુલના યશ પ્રતાપ સિંઘને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત અન્ડર-14 બોયસમાં કેડીટીટીએના અને શ્રી બીલબીએસ ઈંગ્લીશ મીડીયમ હાઈ સ્કુલ ભુજમાં અભ્યાસ કરતાં નૈરિત વૈદ્યએ કેડીટીટીએના અને અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કુલના આરવ સિંઘવીને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યું હતું.  જયારે કેડીટીટીએના અને અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કુલના યુગ પ્રતાપ સિંઘએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

અન્ડર-14 ગર્લ્સમાં કેડીટીટીએના અને અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કુલની અનાઈશા સિંઘવી એ તેની જ સ્કુલની સિદ્ધિ સિંઘવીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. જયારે કેડીટીટીએ અને અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કુલની મ્યારા ખેસ્કાનીએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

આ સ્પર્ધાનું આયોજન સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા અને કચ્છ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ) ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કેડીટીટીએ ખાતે કોચ દેબજોય પૂશીલાલ અને આલોક સરદાર પાસે ટીટીની તાલીમ લઈ રહેલા આ બધા વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે.

ખેલાડીઓની  સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X