આદિપુર, તા.૧૪: અહીના કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રૂફટોપ પર 25 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાડવામાં આવી છે. જેનું મંગળવારે મુખ્ય પ્રયોજક અનીલ ચંદનાની તેમજ સહ-પ્રયોજક પ્રાચી ગુપ્તા ના હસ્તે રીબીન કાપીને શરૂ કરવામાં આવ્યું હતું. આ સોલાર પેનલ માટે અન્ય સહ-પ્રયોજકો તુલસી સુઝાન, જીતેન્દ્ર સિંઘવી, મહેશ ગુપ્તા એ આર્થિક સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે કેડીટીટીએના પ્રમુખ તુલસી સુઝાન, ઉપપ્રમુખ ડી. કે. અગ્રવાલ, કારોબારી સભ્યો ભીખુ અગ્રવાલ અને અનીલ ચંદનાની, માનદ મંત્રી મનીષ હિંગોરાણી, સહમંત્રી સુનીલ મેનન, સ્થાપક સભ્યો મહેશ હિગોરાણી, નેહા સંગતાણી, પ્રશાંત બુચ તેમજ મહેમાનો પ્રાચી ગુપ્તા, ભગવાનદાસ ગુપ્તા, કે.સી. અગ્રવાલ, સુનીલ ક્રિપલાની, વેદરૂચી આચાર્ય તેમજ સંસ્થાના સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યા હતા.
માનદ મંત્રી મનીષ હિંગોરાણી એ જણાવ્યું હતું કે “અમારી ઘણા સમયથી કેડીટીટીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની વિશાળ છત પર વીજળીની બચત સાથે પર્યાવરણને અનુરૂપ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની યોજના હતી. અને અમે આ માટે તમામ પ્રયોજકોના આભારી છીએ.”
Leave us a reply