આદિપુર ખાતે ચાલી રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કચ્છ ખેલાડીઓનું સારું પ્રદર્શન

આદિપુર ખાતે ચાલી રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કચ્છ ખેલાડીઓનું સારું પ્રદર્શન

આદિપુર , તા. ૦1: અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ઇન્ડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં કેડીટીટીએના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

કેડેટ બોયસ (અન્ડર-૧૩)ની પ્રીક્વાટર ફાઈનલમાં કચ્છના નૈરિત વૈદ્યએ આઠમાં ક્રમાંકિત અને સુરતના અખિલ અચ્છા ને 7-11, 11-8, 11-8, 8-11, 11-8 (૩-2) થી હરાવીને ક્વાટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જયારે હોપ્સ બોયસ (અન્ડર-૧૧)ની પ્રીક્વાટર ફાઈનલમાં કચ્છના ધ્રુવ ભંભાણીએ અમદાવાદનાં શ્લોક દવેને 10-12, 11-9, 9-11, 17-15, 11-6 (૩-2) થી હરાવી ને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યોં હતો.

આ ઉપરાંત હોપ્સ ગર્લ્સ (અન્ડર-૧૧)ની પ્રીક્વાટર ફાઈનલમાં કચ્છની સિદ્ધિ સિંઘવીએ ભાવનગરની દિક્ષિતાકૌર વાધવાનીને 11-6, 11-8, 8-11, 11-8 (૩-2) થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

કેડીટીટીએ માનદ મંત્રી મનિષ હિંગોરાણી એ જણાવ્યું હતું કે “આ સ્ટેટ ટુર્નામેન્ટ માં કચ્છના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમને આશા છે કે અમે આ વખતે ટેબલ ટેનિસ માં જરૂર મેડલ જીતીશું.”

Share Now

Related Post

Leave us a reply

X