આદિપુર ખાતે સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

આદિપુર ખાતે સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ કેડીટીટીએની ખ્યાતી ભટ્ટને 2 ગોલ્ડ સહિત 4 મેડલ

આદિપુર, તા. ૯ : અહીના કેડીટીટીએ-હરેશ સંગતાણી સ્પોર્સ કોમ્પ્લેક્ષ ખાતે 1 થી 4 જુન ૨૦૨૩ દરમ્યાન આયોજિત ઇન્ડિયન ઓઈલ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ માં આદિપુર – કેડીટીટીએની ખ્યાતિ ભટ્ટએ ગર્લ્સ અન્ડર-14 સિંગલ્સમાં પ્રો ટેનિસ એકેડમી ગાંધીધામની નિયતિ અડવાણીને અને ગર્લ્સ અન્ડર-12 સિંગલ્સમાં અંજાર જીમખાનાની તન્વી પોમલને હરાવીને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ગર્લ્સ અન્ડર-16ની ફાઈનલમાં કેડીટીટીએની જીયા મહેશ્વરીએ ખ્યાતિને હાર આપીને ટાઈટલ પોતાના નામે કરતાં ખ્યાતિને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેમજ ખ્યાતીએ ગર્લ્સ અન્ડર-18 સિંગલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત કેડીટીટીએનાં યશ રાઠોડએ મેન્સ સિંગલ્સ નો ખિતાબ જીત્યો હતો. યશએ ભુજ જીમખાના ના ભાર્ગવ મેહતાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે બોયસ અન્ડર-18 સિંગલ્સમાં ભાર્ગવ મેહતાએ ભુજ જીમખાના ના જ ઓમ ઠક્કરને હરાવીને અને ગર્લ્સ અન્ડર-18 સિંગલ્સમાં ભુજની દિયા બુધભટ્ટીએ કેડીટીટીએની જીયા મહેશ્વરીને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

બોયસ અન્ડર 16ની ફાઈનલમાં ભુજ જીમખાનાના યશ ભાનુશાલીએ કેડીટીટીએના હર્ષ શ્રીચાન્દાનીને હરાવીને જ્યારે બોયસ અન્ડર 14ની ફાઈનલમાં ભુજ જીમખાનાના આયુષ દીવાને માસ્ટર એકેડમી ભુજના પ્રેમ રાજપૂતને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યા હતા.

બોયસ અન્ડર 12ની ફાઈનલમાં ભુજ જીમખાનાના હેત વોરાએ રાજકોટના વિહાન ગોટેચાને હરાવીને અને બોયસ અન્ડર 10ની ફાઈનલમાં ભુજ જીમખાનાના કુમૈલ લાહેજીએ પ્રો ટેનિસ એકેડેમી ગાંધીધામના અંશ ઠક્કરને ટાઈટલ પોતાના નામે કર્યા હતા.

મેન્સ ૪૫+ સિંગલ્સ કેટેગરીમાં કોબન ક્લબ આદિપુરના કમલ ગુરનાનીએ કેડીટીટીએના મનિષ હિંગોરાણીને હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. ડબલ્સ કેટેગરીમાં મેન્સ ઓપેન ડબલ્સમાં કમલ ગુરનાની અને વંશ ભાગતાણીની જોડીએ ભુજ જીમખાના ના ભાર્ગવ મહેતા અને ઓમ ઠક્કરની જોડીને હરાવી જયારે મેન્સ ૪૫+ ડબલ્સ કેટેગરીમાં કમલ ગુરનાની અને મનિષ હિંગોરાણીની જોડીએ કોબન ક્લબ આદિપુરના રાજેશ કેવલરામાણી અને હાજા કાનગળ ની જોડીને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યા હતા.

સ્પર્ધાના અંતે મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિરણ ગ્રુપ ના મહેશ ગુપ્તા, ઉદ્યોગપતિ કેયુર ઠકરાર, કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણી, સહમંત્રી કમલ આસનાની, કાયમી સભ્ય મહેશ હિંગોરાણી તેમજ મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર, આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ અને નરેન્દ્ર કંથારિયા હાજર રહ્યા હતા. આ સ્ટેટ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કેડીટીટીએ મેનેજમેન્ટ, કોચીસ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Share Now

Related Post

Leave us a reply

X