આદિપુર ખાતે ગુરુવારથી સ્ટેટ રેંકિંગ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે

આદિપુર ખાતે ગુરુવારથી સ્ટેટ રેંકિંગ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે

આદિપુર, તા. ૩૧ : અહી ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ કચ્છ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ) દ્વારા તા. ૧ થી ૪ જુન દરમ્યાન ઇન્ડિયન ઓઈલ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. આ સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન ગીતાદેવી નૌરત્મલ ગુપ્તા ટેનિસ કોર્ટ, કેડીટીટીએ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આદિપુર – ગાંધીધામ ખાતે થશે.

આ ટુર્નામેન્ટ જુદીજુદી 14 કેટેગરીઓમાં રમાશે. જેમાં કચ્છ ઉપરાંત અમદાવાદ, રાજકોટ વિગેરે જીલ્લામાંથી મળીને કુલ 105 એન્ટ્રીઓ આવેલ છે. આ કેટેગરીઓમાં અન્ડર 10 બોયસ અને ગર્લ્સ, અન્ડર 12 બોયસ અને ગર્લ્સ, અન્ડર 14 બોયસ અને ગર્લ્સ, અન્ડર 16 બોયસ અને ગર્લ્સ, અન્ડર 18 બોયસ અને ગર્લ્સ, મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ તેમજ મેન્સ વેટરન (૪૫+) સિંગલ્સ અને ડબલ્સ નો સમાવેશ થાય છે.

ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને મેડલ, સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

“આ પહેલા માર્ચ મહિનામાં કેડીટીટીએ દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું અને થોડાજ મહિનાઓ માં અમને બીજી વખત સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો મોકો મળ્યો છે” કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણીએ જણાવ્યું હતું.

વધુમાં શ્રી હિંગોરાણીએ જણાવ્યું હતું કે “આ ટુર્નામેન્ટ તા.૧ ના સવારે ૭ વાગ્યાથી ચાલુ થશે અને દરરોજ સાંજે ૫ વાગ્યાથી તે દિવસે પૂરી થયલી કેટેગરીઓની ફાઈનલ મેચ પણ રમાશે. દરેક ટેનિસ ખેલ પ્રેમીઓને મેચ નિહાળવા માટે ફ્રી એન્ટ્રી રાખેલ છે.”

Share Now

Related Post

Leave us a reply

X