આદિપુર ની ટેનિસ ખેલાડીઓ ની સ્વામી વિવેકાનંદ સેટર ઑફ એક્સેલન્સ સ્કીમ માટે પસંદગી

આદિપુર ની ટેનિસ ખેલાડીઓ ની સ્વામી વિવેકાનંદ સેટર ઑફ એક્સેલન્સ સ્કીમ માટે પસંદગી

આદિપુર, તા. 24 : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એઅસેજી) દ્વારા સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (COE) માટે આદિપુરની ત્રણ ટેનિસ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આદિપુરની જિયા મહેશ્વરી, વંશી આહિર અને સુહાના ભંભાણીની પ્રતિભાશાળી ખેલાડીઓ તરીકે ગુજરાત સરકાર દ્વારા ચાલતી આ સ્કીમ માં વર્ષ 2022-23 માટે પસંદી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષા એ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓની આ યોજના માટે પસંદગી કરવામાં આવે છે. કચ્છમાંથી કુલ 8 ટેનિસ ખેલાડીઓ ની પસંદગી કરવામાં આવી છે. જેમાં પાંચ છોકરાઓ અને આ ત્રણ છોકરીઓ ની પસંદગી કરવામાં આવી છે.
રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ રાજયનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા હેતુ થી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના અમલમાં મુકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણે ખેલાડીઓ આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી કેડીટીટીએ ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહી છે અને હાલમાં જ ટેનિસની સ્ટેટ ટુર્નામેન્ટસમાં સારું પ્રદર્શન કરીને મેડલ્સ પણ જીત્યા છે.
આ ત્રણે ખેલાડીઓને તેમની આ સિદ્ધિ બદલ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Share Now

Related Post

Leave us a reply

X