આદિપુરની ખેલાડી ખ્યાતી ભટ્ટે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ટાઈટલ જીત્યું

આદિપુરની ખેલાડી ખ્યાતી ભટ્ટે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ટાઈટલ જીત્યું

આદિપુર, તા.22 : ઈવોલ્યુશન ટેનિસ એકડેમી, અમદાવાદ ખાતે તા.19 થી 22 ઓગષ્ઠ દરમ્યાન યોજાયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડી ખ્યાતી ભટ્ટને ગર્લ્સ અન્ડર-12 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યું છે.

અન્ડર-12 ગર્લ્સ કેટેગરીની ફાઈનલમાં ખ્યાતિએ અમદાવાદની અર્શિયા સક્ષ્સેનાને 8-0 થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ખ્યાતી ભટ્ટ કેડીટીટીએ ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહી છે. ખ્યાતીને આ સિદ્ધિ બદલ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X