કેડીટીટીએના ખુશાલને કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ

કેડીટીટીએના ખુશાલને કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ

આદિપુરતા.02 : સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીધામ ખાતે શુક્રવાર તા. 1 ના રોજ યોજાયેલ સ્કેટિંગની કચ્છ ડિસ્ટ્રિક્ટ સ્કુલ ગેમ્સ 2023-24માં કેડીટીટીએ આદિપુરના ખુશાલ મ્યાત્રાએ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ખુશાલએ અન્ડર-17 વિભાગમાં 500 મીટર રીંક રેસમાં અને  1000 મીટર રીંક રેસમાં ત્રીજો રેન્ક પ્રાપ્ત કરીને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીત્યા બાદ હવે ખુશાલ રાજ્ય કક્ષાએ રમવા માટે અમદાવાદ જશે. આત્મીય વિદ્યાપીઠ સ્કુલમાં ભણતો ખુશાલ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના (કેડીટીટીએ) ખાતે કોચ કરન જોશી પાસે સ્કેટિંગ ની તાલીમ લઈ રહ્યો છે.

ખુશાલને  સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

 

Share Now

Related Post

Leave us a reply

X