આદિપુર ખાતે ઓપેન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

આદિપુર ખાતે ઓપેન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

આદિપુર, તા. 17 : કચ્છ ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ) દ્વારા અહીના હરેશ સંગતાણી સ્પોર્સ કોમ્પ્લેક્ષ ખાતે 15મી ઓગસ્ટના રોજ ઓપન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023 યોજવામાં આવી હતી. જેમાં ભુજના નૈરિત વૈદ્યએ બેવડો ખિતાબ જીત્યો છે. નૈરિતે મેન્સ સિંગલ્સની ફાઈનલમાં આદિપુરના આરવ સિંઘવીને 3-0થી હરાવીને જયારે જુનીઅર બોયસ અન્ડર-19 સિંગલ્સની ફાઈનલમાં આદિપુરના યુગ પ્રતાપ સિંગને ૩-0થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યા હતાં.

વિમેન્સની સિંગલ્સની ફાઈનલમાં આદિપુરની સીવાંગી ઠક્કરએ આદિપુરની જ અનાઈષા સિંઘવીને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આ ઉપરાંત સબ જુનીયર બોયસ અન્ડર-15 સિંગલ્સની ફાઈનલમાં વંશ સુન્દ્રાનીએ યશ પ્રતાપ સિંગને 3-1થી હરાવીને જયારે સબ જુનીયર ગર્લ્સ અન્ડર-15 સિંગલ્સની ફાઈનલમાં અનાઈષા સિંઘવીએ આદિપુરની જ સિધ્ધિ સિંઘવીને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

હોપ્સ બોયસ અન્ડર-11 સિંગલ્સની ફાઈનલમાં ધ્રુવ ભંભાણીએ યુગ પ્રતાપ સિંગને 3-2 થી હરાવીને જયારે હોપ્સ ગર્લ્સ અન્ડર-11 સિંગલ્સની ફાઈનલમાં સિદ્ધિ સિંઘવીએ મ્યારા ખેસ્કાનીને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

મેન્સ 39+ સિંગલ્સની ફાઈનલમાં આદિપુરના રાજીવ પ્રતાપ સિંગએ માંડવીના ઇક્બાલ અન્સારીને હરાવીને અને મેન્સ 59+ સિંગલ્સની ફાઈનલમાં આદિપુરના પ્રશાંત બુચએ ભુજના જયપ્રકાશ પાઠકને હરાવીને ખિતાબ જીત્યા હતાં.

મેન્સ 39+ ડબલ્સની ફાઈનલમાં આદિપુરના મનીષ હિંગોરાની અને નરેશ ભંભાણીની જોડીએ પ્રશાંત બુચ અને જય ચંચલાની ની જોડીને હરાવીને જયારે ઓપન ડબલ્સની ફાઈનલમાં આદિપુરના પ્રશાંત બુચ અને ડીમ્પલ ચંદનાનીની જોડીએ યશ પ્રતાપ સિંઘ અને આરવ સિંઘવીની જોડીને હરાવીને ખિતાબ જીત્યા હતા.

સ્પર્ધાના અંતે મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીએસટીટીએના ઉપપ્રમુખ અને કેડીટીટીએના પ્રમુખ તુલસી સુઝાન, કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણી, ખજાનચી હરિકુમાર પિલ્લઇ, વિશાલ સિંઘવી, મ્રીદુલ સિંઘવી, શશી ઠક્કર તેમજ ટીટી કોચ દીપ્જોય પૂશીલાલ અને આલોક સરદાર હાજર રહ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X