સ્ટેટ ટી.ટી. ટુર્નામેન્ટમાં કચ્છના ઈશાન હિંગોરાણીએ મેન્સનું ટાઇટલ જીત્યું 

સ્ટેટ ટી.ટી. ટુર્નામેન્ટમાં કચ્છના ઈશાન હિંગોરાણીએ મેન્સનું ટાઇટલ જીત્યું 

સુરતતા. 31 મે : મોખરાના ક્રમના કચ્છના ઇશાન હિંગોરાણીએ પોતાના ક્રમને ન્યાય આપતાં ત્રીજા ક્રમના જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર)ને હરાવીને તેના કારકિર્દીનું બીજુ મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. અહીંની તાપી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી તાપી વેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઇસાન હિંગોરાણીએ જિજ્ઞેશ જયસ્વાલને 9-11 13-11 11-7 11-6 11-8થી હરાવ્યો હતો.

સ્થાનિક ફેવરિટ ખેલાડી ફ્રેનાઝ છિપીયાએ પણ વધુ એક વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ વખતે તેણે ભાવનગરની પ્રાર્થના પરમારને હરાવી હતી. એક તરફી બની ગયેલી ફાઇનલમાં ફ્રેનાઝે પ્રાર્થના સામે 11-4 11-4 11-8 11-7થી વિજય હાંસલ કર્યો હતો.

ભૂતકાળમાં જિજ્ઞેશ જયસ્વાલ સામે સંખ્યાબંધ વાર હારી ગયેલા ઇશાને  આ વખતે યોજનાબદ્ધ રમત દાખવી હતી. હું તેની રમત જાણતો હતો અને બેકમાં રમવાનું ટાળ્યું હતું. આજે મારા માટે ફોરહેન્ડ શોટ ઉપયોગી બની ગયા હતા તેમાં જયસ્વાલ સામે કારકિર્દીમાં ત્રીજી વખત વિજય હાંસલ કર્યા બાદ ઇશાને જણાવ્યું હતું.

ફ્રેનાઝે પોતાનો અનુભવ કામે લગાડીને પ્રાર્થનાને સેટ થવા દીધી ન હતી. ફ્રેનાઝ તેની બેકહેન્ડ સર્વિસમાં આક્રમક હતી. તેણે સર્વિસમાં વૈવિધ્ય લાવીને લોંગશોર્ટ અને હાફ લોંગ વોલી રમી હતી. આમ તેણે પ્રાર્થનાને ભૂલ કરવા પ્રેરી હતી.
23 વર્ષની ચેમ્પિયન ખેલાડીએ જણાવ્યું હતું કે પ્રિ ક્વાર્ટરમાં હેલી શાહ સામે રમતી વખતે હું થોડી નર્વસ હતી. પરંતુ તેની સામેના વિજય સાથે મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. ફાઇનલ મારી અપેક્ષા મુજબ જ ચાલી હતી. બેકહેન્ડમાં સર્વિસમાં વૈવિધ્યને કારણે મને સારો લાભ થયો હતો. 

દરમિયાન યૂથ વિભાગમાં ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ અપસેટ સર્જાયા હતા. મોખરાના ક્રમની કૌશા ભૈરપૂરે (અમદાવાદ) હારી જતાં આઉટ થઈ ગઈ હતી. બરોડાના પૂર્વા નિમ્બાલકર સામે તેનો 11-8 13-11 14-12 5-11 11-5 13-11થી પરાજય થયો હતો. ભાવનગરની નૈત્રી દવેએ પોતાના જ શહેરની અને ચોથા ક્રમની નામના જયસ્વાલને 11-7 11-8 11-8 8-11 11-6થી હરાવી હતી તો તેની બાજુના જ ટેબલ પર સુરતની બે ખેલાડીઓ વચ્ચે થયેલા મુકાબલામાં મિલી તન્નાએ બીજા ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 11-9 7-11 11-7 14-12 12-14 9-11 11-5થી હરાવી હતી.

પરિણામો 
મેન્સ સેમિફાઇનલ ઃ
ઇશાન હિંગોરાણી જીત્યા વિરુદ્ધ નંદીશ હાલાણી 11-8 11-6 11-9 11-5, જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 11-2 8-11 11-6 6-11 11-4 11-8
ફાઇનલ

ઇશાન હિંગોરાણી જીત્યા વિરુદ્ધ જિજ્ઞેશ જયસ્વાલ 9-11 13-11 11-7 11-6 11-8
 
વિમેન્સ સેમિફાઇનલ ઃ

ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-5 11-5 11-4 8-11 11-5, પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-4 11-5 11-8 5-11 10-12 11-8
ફાઇનલ
ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ  પ્રાર્થના પરમાર 11-4 11-4 11-8 11-7

યૂથ ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલ
પૂર્વા નિમ્બાલકર જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-8 13-11 14-12 5-11 11-5 13-11
નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-7 11-8 11-8 8-11 11-6
પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ તાન્યા પૂરોહિત  9-11 11-5 11-8 8-11 11-3 11-6
મિલી તન્ના જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતીમા કાદરી  11-9 7-11 11-7 14-12 12-14 9-11 11-5

યૂથ બોયઝ ક્વાર્ટર ફાઇનલ
ઇશાન હિંગોરાણી જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 11-5 11-5 11-3
ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ  11-7 9-11 11-9 11-8
નુતાંશુ દયામા જીત્યા વિરુદ્ધ રેહાન શેખ  11-6 11-7 11-6
અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી  5-11 7-11 11-6 15-13 11-5
કૌશલ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ઓમ જયસ્વાલ  11-7 11-5 10-12 11-2
ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ અક્ષિત સાવલા 10-12 11-7 11-7 12-10
કરણપાલ જાડેજા જીત્યા વિરુદ્ધ વિદીત દેસાઈ  11-3 11-9 11-13 14-12
હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ દેવ પટેલ  6-11 11-7 11-8 11-9

Share Now

Related Post

Leave us a reply

X