માંડવી ખાતે યોજાયલ બેડમિન્ટન સ્પર્ધામા કે.ડી.ટી.ટી.એ ના ખેલાડીઓ ઝડક્યા

માંડવી ખાતે યોજાયલ બેડમિન્ટન સ્પર્ધામા
કે.ડી.ટી.ટી.એ ના ખેલાડીઓ ઝડક્યા

આદિપુર, તા.૧૨: સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી માંડવી દ્વારા ૯ અને ૧૦ ફેબ્રુઆરીના આયોજિત ઓપેન કચ્છ બેડમિન્ટન સ્પર્ધા ૨૦૧૯ મા કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કે.ડી.ટી.ટી.એ)આદિપુર ના ખેલાડીઓ ઝડક્યા હતા. અંડર ૧૯ બોય્સ સિંગલ્સમાં વેદાન્ત નન્દાનવર વિજેતા બન્યા છે, જયારે અંડર ૧૪ ગર્લ્સ સિંગલ્સમાં હિયા કોડવાની વિજેતા બન્યા અને યુવિકા બલદાનીયા ઉપવિજેતા બન્યા છે.

મિક્સ ડબલ્સમાં રવી કુમાર અને સીખા પુરોહિત વિજેતા બન્યા છે, મેન્સ ડબ્લ્સમા રવી કુમાર અને શૈલેશ કાદીઆનઉપવિજેતા બન્યા , તેમજ મેન્સ સિન્ગ્લસમા રાહુલ મોટવાની ઉપવિજેતા બન્યા છે.

વિજેતા ખેલાડીઓ કે.ડી.ટી.ટી.એના કોચ આનંદ શ્રીવાસ્તવ પાસે તાલીમ લઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કે.ડી.ટી.ટી.એ. ખાતે બેડમિંટનની સાથે લોન ટેનિસ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ અને સ્વિમિંગની પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. જેમાં હાલમાં 250થી વધારે ખેલાડીઓ રોજ તાલીમ લઇ રહ્યા છે. ખેલાડીઓ અને કોચની આ સિદ્ધિ બદલ કે.ડી.ટી.ટી.એ.ના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X