ટી.ટી જિલ્લાકક્ષાના ખેલ માહાકુંભમાં કે.ડી.ટી.ટી.એ ના ખેલાડીઓ ઝડક્યા

ટી.ટી જિલ્લાકક્ષાના ખેલ માહાકુંભમાં

કે.ડી.ટી.ટી. ના ખેલાડીઓ ઝડક્યા

આદિપુર, તા.૧૧:  સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભુજની આર.આર લાલન કોલેજ ખાતે તા. 8 અને 9 દરમિયાન આયોજિત જિલ્લાકક્ષાના ટેબલ ટેનિસ ખેલ માહાકુંભ 2018મા કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કે.ડી.ટી.ટી.એ) આદિપુર ના ખેલાડીઓ ઝડક્યા હતા.

ટેબલ ટેનિસ સ્પર્ધામા વુમેન્સ સિન્ગ્લસમા ડિમ્પલ ચંદનાનીએ ટાઈટલ જીત્યુ હતુ. તેમજ મેન્સ સિન્ગ્લસ અને મેન્સ ડબલ્સ (અબોવ ૪૦)મા મનીષ હિંગોરાનીએ ટાઈટલ જીત્યુ હતુ. મેન્સ સિન્ગ્લસ (અબોવ ૬૦)માં પ્રશાન્ત બુચે ટાઈટલ જીત્યુ હતુ અને હરીશ હીરાએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. મેન્સ ડબલ્સ (અબોવ ૬૦)મા પ્રશાન્ત બુચ અને હરીશ હીરાએ ટાઈટલ જીત્યુ હતુ.

ગર્લ્સ સિન્ગ્લસ (અંડર ૧૪)મા એની ઠક્કરએ ટાઈટલ જીત્યુ હતુ અને સૂચી મહેશ્વરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. મેન્સ ડબલ્સ(ઓપન એજ ગ્રુપ)મા નરેશ ભમ્ભાની બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.

ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના બેડમિન્ટન ખેલ માહાકુંભમાં  વુમેન્સ ડબલ્સમાં મધુમિતા મનીષ હિંગોરાનીએ  ટાઈટલ જીત્યુ હતુ અને વુમેન્સ સિંગલ્સ  વિભાગમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ  હતુ.

ખેલાડીઓ આ સિદ્ધિ બદલ કે.ડી.ટી.ટી.એ.ના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

 

Share Now

Related Post

Leave us a reply

X