જિલ્લાકક્ષાના ખેલ માહાકુંભમાં કે.ડી.ટી.ટી.એ ના ખેલાડીઓ ઝડક્યા
આદિપુર, તા.3: સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભુજની સૂર્ય વરસાની સ્કૂલ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના ખેલ માહાકુંભ 2018માકચ્છડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસએસોસિએશન (કે.ડી.ટી.ટી.એ)આદિપુર ના ખેલાડીઓ ઝડક્યા હતા. સ્વિમિંગ સ્પર્ધામા અંડર 17 ગર્લ્સ વિભાગમાં લહેર સમીર દુદાનીએ 400 મીટર ફ્રી સ્ટાઈલ મા ટાઈટલજીત્યું હતું તેમજ 100 મીટર બટરફ્લાય અને 100 મીટર બ્રેસ્ટ્સટસ્ટ્રોકે માં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. આ સ્વિમિંગ સ્પર્ધામા 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના બેડમિન્ટન ખેલ માહાકુંભમાં હિયા કોડવાની અંડર 14 ગર્લ્સ વિભાગમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. તેઓ કોચ આનંદ શ્રીવાસ્તવ પાસે તાલીમ લઇ રહ્યા છે.
સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી મંડાવી ખાતે આયોજિત જિલ્લાકક્ષાના લોન ટેનિસ ખેલ માહાકુંભમાં ગુલ અરોરા અંડર 17 ગર્લ્સ વિભાગમાં ટાઈટલ જીત્યું હતું. તેઓ કોચ જીતેન્દ્ર પરમાર પાસે તાલીમ લઇ રહ્યા છે.
જયારે વર્માનગર ખાતે આયોજિત જિલ્લાકક્ષાના રોલર સ્કેટિંગના ખેલ માહાકુંભમાં કે.ડી.ટી.ટી.એ ના સ્કેટિંગ કોચ કિરીટ જોશીએ ઓપન એજ ગ્રુપ વિભાગમાં 1000 મીટરકવાડ ઇવેન્ટ માં ટાઈટલ જીત્યું હતું. આ વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષા ના ખેલ માહાકુંભમાં ભાગ લેવા જશે.
ઉલ્લેખનીય છે કે, કે.ડી.ટી.ટી.એ. ખાતે લોન ટેનિસ, બેડમિંટનન, ટેબલ ટેનિસની સ્કેટિંગ અને સ્વિમિંગની પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. જેમાં હાલમાં 250થી વધારે ખેલાડીઓ રોજ તાલીમ લઇ રહ્યા છે. ખેલાડીઓ અને કોચની આ સિદ્ધિ બદલ કે.ડી.ટી.ટી.એ.ના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Share Now
ShareRelated Post
©2017 KDTTA All rights reserved. Powered by Vikas IT Solutions
Leave us a reply