આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનના બોર્ડ મેમ્બર મહાસચિવ ધનરાજ ચૌધરી

આદિપુર, તા. ૧૮ : આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનના બોર્ડ મેમ્બર, એશિયન ટેબલ ટેનિસ યુનિયનના ખજાનચી તેમજ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સલાહકાર અને પૂર્વ મહાસચિવ ધનરાજ ચૌધરીએ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આદિપુર ખાતેના સ્પોર્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને કચ્છ જેવા દુરના વિસ્તારમાં રમતગમત માટેની સારી સુવિધાઓ આપવા બદલ કે.ડી.ટી.ટી.એ.નામેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.ટી.એફ.આઈ.)ના ઉપપ્રમુખ તેમજ  જી.એસ.ટી.ટી.એ. અને કે.ડી.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાનીએ તેમનું સ્વાગત કર્યું હતું અને કે.ડી.ટી.ટી.એ.ના સ્પોર્સ કોપ્લેક્ષની માહિતી આપી હતી.

સામેલ ફોટોમાં ધનરાજ ચૌધરીએનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી રહેલા  (ડાબેથી) કે.ડી.ટી.ટી.એ.ના મહેશ હિંગોરાની, કિરીટ ધોળકીયા, હરી પિલ્લઇ, હરેશ સંગતાની, કમલ આસનાની અને મનિષ હિંગોરાની.

Share Now

Related Post

Leave us a reply

X