કેડીટીટીએના ટેબલ ટેનિસ ખેલાડીઓ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેવા ભાવનગર જશે

કેડીટીટીએના ટેબલ ટેનિસ ખેલાડીઓ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેવા ભાવનગર જશે

આદિપુર, તા. 27: ભાવનગર ખાતે તા. ૩૦ મે થી 2 જુન દરમિયાન આયોજિત ટેબલ ટેનિસ ના રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2.0 માં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેબલ ટેનિસ એકેડમી ખાતે તાલીમ લઈ રહેલા અને અહીંની અમરચંદ સિંઘવી સ્કૂલમાં અભ્યાસ કરતા 11 ખેલાડીઓ જુદી જુદી કેટેગરીમાં ભાગ લેવા જશે.

ઉલ્લેખનીય છે કે આ એ ખેલાડીઓ છે જે જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં વિજેતા થયેલ છે.

આ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે. :

અન્ડર-11 બોયસ સિંગલ્સ : ધ્રુવ ભંભાણી, યુગ પ્રતાપ સિંગ, રેહાંસ સિંઘવી

અન્ડર-11 ગર્લ્સ સિંગલ્સ : સિદ્ધિ સિંઘવી, મ્યારા ખેસ્કાની, યાના સિંગ

અન્ડર-12 બોયસ સિંગલ્સ : નૈરિત વૈદ્ય, આરવ સિંઘવી, વિહાન રાઠોડ

અન્ડર-14 ગર્લ્સ સિંગલ્સ : અનાઈષા સિંઘવી

અન્ડર-17 બોયસ સિંગલ્સ : યશ પ્રતાપ સિંગ

આ ખેલાડીઓને સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

Share Now

Related Post

Leave us a reply

X