કેડીટીટીએની ટેનિસ ખેલાડી ખ્યાતિને રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ

કેડીટીટીએની ટેનિસ ખેલાડી ખ્યાતિને રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ

આદિપુર, તા. 23: ખોખરા, અમદાવાદ ખાતે તા. 20 થી 22 મે દરમિયાન આયોજિત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2.0 માં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડી ખ્યાતિ ભટ્ટએ અંડર-14 ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ફાઇનલમાં આદિપુરની ખ્યાતિ ભટ્ટ અને માંડવીની સાત્વી મર્દાનીયા ધરાવતી ટીમની વડોદરાની ટીમ સામે હાર થઇ હતી.

આ પહેલાં સેમીફાઈનલમાં તેમણે ગાંધીનગરની ટીમને 2-1થી હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ ભટ્ટ કેડીટીટીએની ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર તેમજ આસિ.કોચ નરેન્દ્ર કંથારિયા અને પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહી છે.

ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X