આદિપુર, તા.૧૩: અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીના ખેલાડી સાવ્યા અગરિયાએ કબીર ટેનિસ એકેડમી, અમદાવાદ ખાતે ચાલી રહેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં અન્ડર -10 બોયઝ સિંગલ્સ કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
સાવ્યાએ ફાઈનલમાં અમદાવાદ ના અથર્વ ચાવડાને 9-6 થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ પહેલા સેમીફાઈનલમાં અમદાવાદના જ પર્વસિંહ ઝાલાને 8-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સાવ્યા કેડીટીટીએ ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે ટેનિસની તાલીમ લઈ રહ્યો છે.
સાવ્યાને તેની આ સિદ્ધિ બદલ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Leave us a reply