આદિપુર, તા. 10 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે તા. 2 થી 5 મે દરમિયાન યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં કેડીટીટીએ આદિપુરના ખેલાડી ધ્રુવ ભંભાણીએ અંડર-11 બોયઝ કેટેગરીમાં સુરતના ઇસ્માઇલ ધુપાલીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
અંડર-11 બોયઝ ફાઇનલમાં ધ્રુવે ઇસ્માઇલને 11-7,9-11,12-10,11-9 હરાવ્યું હતું.
અંડર-13 બોયઝ કેટેગરીમાં પણ ધ્રુવે સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં સેમીફાઈનલમાં તેની હાર થઇ હતી અને ચોથા સ્થાન થી સંતુષ્ટ થવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે ધુવ કેડીટીટીએ ખાતે કોચ દેબજોય પૂશીલાલ પાસે ટેબલ ટેનિસની નિયમિત તાલીમ લઈ રહ્યો છે.
ધ્રુવને તેની આ સિદ્ધિ બદલ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Leave us a reply