આદિપુર, તા. 12 : તેલંગણા, હૈદરાબાદ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2023માં કેડીટીટીના વરિષ્ઠ ખેલાડી પ્રશાંત બુચએ વર્ષ 64+ટીમ કેટેગરીમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતા રજત પદક મેળવેલ છે.
પ્રશાંત બુચ, હરીશ ચાંગરાણી, સુભાષ શરાફ, ગોપાલ તાંબે સમાવિષ્ટ ખેલાડીઓની ગુજરાતની ટીમનું સેમીફાઈનલમાં મહારાષ્ટ્ર સામે પરાજય થયો હતો.
આ પહેલા ગ્રૂપ સ્ટેજમાં પાંડીચેરી, દિલ્હી અને તામિલનાડુની ટીમને પરાજિત કરીને નોક આઉટ સ્ટેજ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રી ક્વાર્ટર ફાઈનલમાં તેલંગાણા તેમજ ક્વાર્ટર ફાઈનલમાં ચંદીગઢ ની મજબુત ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીતમાં પ્રશાંત બુચનો સિંહ ફાળો હતો.
પ્રશાંત બુચની આ સિદ્ધિ બદલ કેડીટીટીએ બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Leave us a reply