આદિપુરના ખેલાડી ધ્રુવને સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ

આદિપુરના ખેલાડી ધ્રુવને સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ

આદિપુર, તા.18 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે તા. 13 થી 16 દરમિયાન યોજાયેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં કેડીટીટીએ આદિપુરના ખેલાડી ધ્રુવ ભંભાણીએ અંડર-11 બોયઝ કેટેગરીમાં સુરતના અખિલ અચ્છાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાંચમાં ક્રમાંકિત ધ્રુવએ ત્રીજા ક્રમાંકિત અખિલને 11-8, 11-1, 6-11, 4-11, 11-6 થી હરાવ્યું હતું. આ પહેલાં સેમીફાઈનલમાં ધ્રુવની રાજકોટના દેવ ભટ્ટ સામે 7-11, 11-7, 6-11, 11-8, 5-11 થી હાર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે અમરચંદ સિંધવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધુવ કેડીટીટીએ ખાતે કોચ દેબજોય પૂશીલાલ પાસે ટેબલ ટેનિસની તાલીમ લઇ રહ્યો છે અને ગાંધીધામ ખાતે આજ માસની શરૂઆતમાં યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં સારું પ્રદર્શન કરીને ક્વાટર ફાઈનલ સુધી પહોંચ્યો હતો.

ધ્રુવને તેની આ સિદ્ધિ બદલ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X