આદિપુરના ટીટી ખેલાડી ઇશાનને યુએસ નેશનલ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ

આદિપુરના ટીટી ખેલાડી ઇશાનને યુએસ નેશનલ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ

આદિપુર, તા. 13 : અહીના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ઈશાન હિંગોરાણીએ ફોર્ટ વર્થ, ટેક્સાસ ખાતે 3જી થી 7મી જુલાઈ, 2023 દરમિયાન આયોજિત યુએસ નેશનલ ચેમ્પિયનશિપ 2023માં અંડર 2600 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં 2500 રેટેડ ખેલાડી ઇશાન ફાઇનલ્સમાં ચોઇ જીવુક સામે 1-3 (5-11, 6-11, 11-6, 8-11)થી હાર્યો હતો.

અગાઉ ઈશાને તેની તમામ ગ્રુપ મેચો જીતીને મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ઇશાને વુ રાયન 2397 રેટેડ ખેલાડીને 3-0 (13-11, 11-7, 11-9)થી હરાવ્યો હતો. સેમિફાઈનલમાં ઈશાને ટોપ સીડ કિમ મિનવુ 2599 રેટેડ પ્લેયરને પાંચ ગેમની રોમાંચક મેચમાં 3-2 (12-10, 9-11, 8-11, 11-9, 11-8)થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.

ઇશાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ શક્તિદૂત ખેલાડી છે અને હાલમાં ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર, મીલપીટાસ, કેલિફોર્નિયા ખાતે ટ્રેનિંગ કરે છે.

ઇશાનને તેની આ સિદ્ધિ બદલ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X