રવિવારે આદિપુર ખાતે ઓપન કચ્છ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ યોજાઈ

રવિવારે આદિપુર ખાતે ઓપન કચ્છ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ યોજાઈ

આદિપુર, તા. 19 : કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ) દ્વારા આદિપુર ખાતે તા. ૧૬ના રોજ Ekshhot બીજી ઓપન કચ્છ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં કેડીટીટીએના આરીશ શર્માએ બેવડો ખિતાબ જીત્યો હતો. આરીશએ જુનિઅર (ઉ-૧૯) અને સબ જુનિઅર (ઉ-૧૫) બોયસ માં યશ પ્રતાપ સિંગને હરાવીને બન્ને ટાઈટલ પોતાના નામે કર્યા હતા.

આ ટુર્નામેન્ટમાં કેડીટીટીએના દીપ્જોય પૂશીલાલ એ મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું હતું. જયારે ડીમ્પલ ચંદનાની એ શિવાંગી ઠક્કરને હરાવીને વિમેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું હતું.
જુનિઅર (ઉ-૧૭) બોયસ માં યશ પ્રતાપ સિંગએ આરીશ શર્માએને હરાવીને ટાઈટલ જીત્યું હતું જ્યારે ધ્રુવ ભંમભાણી ત્રીજા સ્થાને રહ્યા હતા.
સબ જુનિઅર (ઉ-૧૫) ગર્લ્સમાં ભુજની ફ્લક શાહએ અનીષા ગઢવીને હરાવીને ટાઈટલ જીત્યું હતું જ્યારે મયારા કેશ્કાની ત્રીજા સ્થાને રહ્યા હતા.
કેડેટ (ઉ-૧૩) બોયસ માં આરીશ શર્માએ નૈરિત વૈદ્યને હરાવીને ટાઈટલ જીત્યું હતું જ્યારે ધ્રુવ ભંમભાણી ત્રીજા સ્થાને રહ્યા હતા.
હોપ્સ (ઉ-૧૧) ગલ્સમાં માં અનાઈશા સિંઘવી એ સિદ્ધિ સિંઘવી ને હરાવીને ટાઈટલ જીત્યું હતું જયારે મયારા કેશ્કાની ત્રીજા સ્થાને રહી હતી..
હોપ્સ (ઉ-૧૧) બોયસ માં ભુજના નૈરિત વૈદ્યએ ધ્રુવ ભંમભાણીને હરાવીને ટાઈટલ જીત્યું હતું જયારે યુગ પ્રતાપ સિંગ ત્રીજા સ્થાને રહ્યા હતા.
ઉમર વર્ષ ૪૯+ માં મહેશ હિંગોરાણીએ પ્રશાંત બુચને હરાવીને માસ્ટર ૪૯+ મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું હતું. ભુજના હિતેન સોની ત્રીજા સ્થાને રહ્યા હતા.
જયારે માસ્ટર ૪૯+ મેન્સ ડબલ્સમાં મહેશ હિંગોરાણી અને અજય નૈયર ની જોડીએ ભુજના દીપક રૂપારેલ અને હિતેન સોનીની જોડીને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
ઓપન ડબલ્સમાં પ્રશાંત બુચ અને મહેશ હિંગોરાણીની જોડીએ ડીમ્પલ ચંદનાની અને ઉમંગ થાપા ની જોડીને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આ ટુર્નામેન્ટ જુદીજુદી 12 કેટેગરીઓમાં રમાઈ હતી અને પુરા કચ્છ માંથી વિવિધ કેટેગરીમાં કુલ ૧૩૦ જેટલી એન્ટ્રીઓ આવી હતી.

વધુમાં કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણીએ જણાવ્યું હતું કે “આ ટુર્નામેન્ટ માં ખેલાડીઓના પ્રદર્શનને આધારે કચ્છની ટીમની પસંદગી કરવામાં આવશે જે આવતા મહીને ગાંધીધામ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ ૨૦૨૨માં ભાગ લેશે.”

મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેડીટીટીએના પદાધિકારીઓ એ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Share Now

Related Post

Leave us a reply

X