ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરની જીયા મહેશ્વરી વિમેન્સ ચેમ્પિયન

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરની જીયા

મહેશ્વરી વિમેન્સ ચેમ્પિયન

              (Khyati Bhatt)                                      (Jia Maheshwari)                       (Khyati Bhatt & Suhana Bhambani)

આદિપુર, તા.07 : ઈવોલ્યુશન ટેનિસ એકડેમી, અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા તા.2 થી 5 સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડીઓ એ ખુબ સારું પ્રદશન કરીને ૩ ગોલ્ડ મેડલ જીત્યા છે.
વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં આદિપુરની જીયા મહેશ્વરીની ટક્કર અમદાવાદ ની વિભા પોરવાલ સાથે થઈ હતી.
જીયાએ 8-0 થી વિભાને હરાવીને વિમેન્સ સિંગલ્સ નું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
 જયારે અન્ડર-12ગર્લ્સ સિંગલ્સ કેટેગરીમાં આદિપુરની ખ્યાતી ભટ્ટએ અમદાવાદ ની રિદ્ધિ ઠક્કરને 8-2 થી હરાવીને ગોલ્ડ મેડલ મળ્યું છે.
અન્ડર-12 ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં સુહાના ભંભાણી અને ખ્યાતી ભટ્ટ ની જોડીએ ફાઈનલ 6-1 જીતીને ટાઈટલ પોતાના
નામે કર્યું હતું.
આ તમામ વિજેતા ખેલાડીઓ કેડીટીટી ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને
આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહ્યા છે.
ખેલાડીઓની આ સિદ્ધિ બદલ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Share Now

Related Post

Leave us a reply

X