કે.ડી.ટી.ટી.એ. સ્વીમીગ પુલ પુન:શરૂ કરાયો
આદિપુર, તા.૦૧ : કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આદિપુર ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સ્વીમીગ પુલને નવી સીજન માટે પુન:શરૂ કરવામાં આવ્યું છે. આજે આ સ્વીમીગ પુલને ખુલ્લો મુક્તા હિંદુ શાસ્ત્રો વિધિ મુજબ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કે.ડી.ટી.ટી.એ. ના અધિકારીઓ ડી.કે.અગ્રવાલ, ભીખુ અગ્રવાલ, હરેશ સંગતાની, રાજુ મોટવાની, સુનીલ મેનન, કમલ આસનાની, વેદરૂચી આચાર્ય તેમજ કોચ અને સભ્યો હાજર રહ્યા હતા.
આજથી કે.ડી.ટી.ટી.એ. ખાતે રોજ સ્વીમીગની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયેલ છે તેમ માનદ મંત્રીશ્રી હરેશ સંગતાનીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કે.ડી.ટી.ટી.એ. ખાતે સ્વીમીગની સાથે બેડમિંટન, લોન ટેનિસ, ટેબલ ટેનિસ અને સ્કેટીંગની પણ પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે.
Leave us a reply