ઇશાને ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

કચ્છના ટી.ટી. ખેલાડી ઇશાને ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગાંધીધામ, તા. 20 :   પુના ખાતે ચાલી રહેલી ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ ૨૦૧૯માં કચ્છના ટી.ટી. ખેલાડી ઇશાન હિંગોરાનીએ વડોદરાના માનુષ શાહ સાથે અન્ડર 21 બોયસ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અન્ડર ૨૧ બોયસ ડબલ્સની ફાઈનલમાં શરૂઆતના બંન્ને સેટ જીતીને મહારાષ્ટ્ર મેચમાં આગળ હતું. પરતું ઇશાન અને માનુષની જોડીએ પુનરાગમન કરતા ત્રીજો સેટ જીતી લીધો હતો. અને ત્યાર બાદના પણ બંને સેટ જીતીને મહારાષ્ટ્ર ને ૩-૨ થી હરાવી દીધું હતું. ઇશાન અને માનુષએ ખુબ જ સારી રમત દાખવતા સિદ્દેશ પાંડે અને રેગન અલ્બુએર્કુએની જોડીને પાંચ આકર્ષક રમતોમાં 9-11, 10-12, 11-6, 11-5, 11-7 (3-2)થી હરાવીને ખિતાબ પોતાના નામે કરાયો હતો. 

બીજી બાજુ આજે વડોદરા ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. માનુષે આજે અન્ડર ૨૧ બોયસ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો.  આ પહેલા કચ્છના ઇશાન હિંગોરાની સાથે અન્ડર ૨૧ બોયસ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત પશ્ચિમ બંગાળ પછી બીજા નંબરે રહ્યો છે.

સિંગલ્સની ફાઈનલમાં માનુષે રોમાંચિત સાત સેટમાં અનીરબન ઘોસને 11-8 7-11 10-12 11-9 11-7 8-11 11-4 થી હરાવ્યું હતું. રમતમાં કેટલીક વખત વડોદરાનો આ ખેલાડી મુશ્કેલીમાં મુકાયો હતો. ખાસ કરીને જ્યારે અનીર્બન છઠો સેટ જીતીને રમતને નિર્ણાયક સેટમાં લઇ ગયો.  જોકે માનુષ પોતાના ઠંડા દિમાગથી કામ લેતા છેલ્લો નિર્ણાયક સેટ 11-૪ થી જીતી લીધો હતો.  “હું મારા અભિગમમાં આક્રમક હતો.  પરંતુ ભૂતકાળથી વિપરીત, આજે મે આ રમતમાં આક્રમકતા સાથે થોડા સારા રક્ષણાત્મક શોટ્સ પણ રમ્યા હતા” એમ માનુષે જણાવ્યું હતુ.   

આ સિઝનમાં માનુષનો પ્રદર્શન ઉત્તમ રહ્યો છે.  માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ તેણે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ગયા મહીને યોજાયેલી ૮૦મી જુનિયર અને યુથ નેશનલ ચેમ્પિયનશીપમાં પણ માનુષે જુનિયર અને યુથ બોયસ સિંગલ્સના ટાઈટલ જીત્યા હતા. માનુષે જુનીઅર બોયસ વર્ડ રેન્કિંગમાં પણ ટોપ-૧૦માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એશોસિએશન (જીએસટીટીએ) ના પ્રમુખ શ્રી વિપુલ મિત્રાઆઈએએસચેરમેન મિલિન્દ તોરવાને,આઈએએસમાનદ મંત્રી શ્રી હરેશ સંગતાની અને જીએસટીટીએના બધા પદાધિકારીઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

Share Now

Related Post

Leave us a reply

X