કચ્છના ટી.ટી. ખેલાડી ઇશાનને શક્તીદૂત એવોર્ડ
વડોદરા, તા. 12 : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે ગુરુવારે અહી યોજાયેલા કાર્યક્રમમાં આદિપુર કચ્છના ટેબલ ટેનિસ ખેલાડી ઇશાન હિંગોરાનીને તેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન બદલ “શક્તિદૂત એવોર્ડ” આપવામાં આવ્યો છે. આ સાથે ઇશાન ને રૂ. ૧.૫૦ લાખનો રોકડ પુરષ્કાર પણ આપવામાં આવ્યો છે.
ઇશાનની સાથે ફ્રેનાઝ ચીપિયા (સુરત), કૌશલ ભટ્ટ (ભાવનગર) અને ફિલ્ઝાફાતેમા કાદરી (સુરત)ને પણ “શક્તિ દૂત એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે અને દરેકને રૂ. ૧.૫૦ લાખના ચેક આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વડોદરાના માનુષ શાહ અને ભાવનગરના કૌશલ ભટ્ટને ‘ખેલ પ્રતિભા અવાર્ડ” પણ એનાયત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત માનુષને રૂ. ૮.૨૫ લાખ અને કૌશલને રૂ.૧.૩૫ લાખનો રોકડ પુરષ્કાર આપવામાં આવ્યો છે.
આ એવોર્ડ્સ શ્રી ઈશ્વરસિંહ પટેલ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર તેમજ ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યા હતા.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એશોસિએશન (જીએસટીટીએ)ના પ્રમુખ વિપુલ મિત્રા, આઈએએસ, ચેરમેન મિલિન્દ તોરવાને, આઈએએસ અને માનદ મંત્રી હરેશ સંગતાણી તેમજ જીએસટીટીએ અને કેડીટીટીએના બધા પદાધિકારીઓએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Leave us a reply