આદિપુર ખાતેની જુનીયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધામાં
ભુજના રુદ્રરાજ મોરીએ ઇનલાઇન અંડર – 8 બોય્સનુ ટાઈટલ જીત્યું
આદિપુર, તા.૯: કે.ડી.ટી.ટી.એના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત જુનીયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધા રવિવારે પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં ટેનાસીટી અંડર – ૮ બોય્સનુ ટાઈટલ ભુજના સિદ્ધાર્થ જોશી , ટેનાસીટી અંડર – ૬ ગીર્લ્સનુ ટાઈટલ કાંગારૂ કિડ્સના રિહાના અગરવાલ અને ટેનાસીટી અંડર–૮ ગીર્લ્સનુટાઈટલ ભુજ ના હસ્તી હાલનીએ જીત્યું , ઇનલાઇન અંડર–૬ બોયસનુ ટાઈટલ ગાંધીધામના સમર્થ વેદ અને અંડર–૮ બોયસનુ ટાઈટલ ભુજ ના રુદ્રસરાજ મોરીએ જીત્યું. કોવ્ડઅંડર – ૮ ગીર્લ્સનુ ટાઈટલ આદિપુરના અલ્યાની લીઝાએ અને અંડર – ૮ બોયસનુ ટાઈટલ ડી.પી.એસના ખુશીલ લાલવાનીએ જીત્યુ.
વિજાતા ખેલાડીઓને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.ટી.એફ.આઈ.)ના ઉપપ્રમુખ અને જી.એસ.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાની, સી.પી.એલ ગ્રુપના ડારેકટર અનીલ અગરવાલ, કે.ડી.ટી.ટી.એ.ના ઉપ્રમુખ મહેશ ગુપ્તા, કે.ડી.ટી.ટી.એ.ના ફોઉંન્ડર મેમ્બર કમલ અસ્નાની, કે.ડી.ટી.ટી.એના સ્પોર્ટ્સ સાયકોલોગીસ્ટ ગૂલરુખ સેઠના અને કે.ડી.ટી.ટી.એના સ્કેટિંગ કોચ કરન જોશી દ્વારા મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કે.ડી.ટી.ટી.એ.ના ચાર્મી પટેલ, ગૂલરુખ સેઠના, નરેશ ગોસ્વામી, ચંદા ઠાકવાની, ડીકલ ધારીવાલ, રણજીતસિંહ બી. જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
ફાઈનલ્સના પરિણામો આ મુજબ છે:
૧. ટેનાસીટી
અંડર – ૬ ગીર્લ્સ વિજેતા – રિહાના અગરવાલએ (કાંગારૂ કિડ્સ ગાંધીધામ)
અંડર – ૬ ગીર્લ્સ રન્નેર્સ અપ – અનન્યા ગવ્હડે (કાંગારૂ કિડ્સ ગાંધીધામ)
અંડર–૮ બોયસ વિજેતા – સિદ્ધાર્થ જોશી (ચાણક્ય એકેડમી ભુજ)
અંડર–૮ બોયસ રન્નેર્સ અપ – વેદ જોશી (ચાણક્ય એકેડમી ભુજ)
અંડર–૮ ગીર્લ્સ વિજેતા – હસ્તી હાલની (ચાણક્ય એકેડમી ભુજ)
અંડર–૮ ગીર્લ્સ રન્નેર્સ અપ – જીલ જાલાની (ડી.પી.એસ.)
૨. કોવ્ડ
અંડર–૮ બોયસ વિજેતા – ખુશીલ લાલવાની (ડી.પી.એસ. ગાંધીધામ)
અંડર–૮ બોયસ રન્નેર્સ અપ – હર્ષિત વાસવાની (ઝેવિએર્સ આદિપુર)
અંડર–૮ ગીર્લ્સ વિજેતા – અલ્યાની લીઝા (ઝેવિએર્સ આદિપુર)
અંડર–૮ ગીર્લ્સ રન્નેર્સ અપ – એન્જલ પટેલ (ડી.પી.એસ. ગાંધીધામ)
અંડર–૬ બોયસ વિજેતા – યદુરાજ યાદવ (પોદાર કિડ્સ)
અંડર–૬ બોયસ રન્નેર્સ અપ – વિહાન રામચંદનની (પોદાર કિડ્સ)
અંડર–૬ ગીર્લ્સ વિજેતા – રીવા પાટીલ (અમરચંદ સિંઘવી ગાંધીધામ)
અંડર–૬ ગીર્લ્સ રન્નેર્સ અપ – ખ્વાહિશ અર્જાની (સેવી સ્કૂલ ગાંધીધામ)
૩. ઇનલાઇન
અંડર–૬ બોયસ વિજેતા – સમર્થ વેદ (ડી.પી.એસ. ગાંધીધામ)
અંડર–૬ બોયસ રન્નેર્સ અપ – ખુશ ચંદનની (કાંગારૂ કિડ્સ ગાંધીધામ)
અંડર–૮ બોયસ વિજેતા – રુદ્રરાજ મોરી (ચાણક્ય એકેડમી ભુજ)
અંડર–૮ ગીર્લ્સ રન્નેર્સ અપ – આયુષ સિંઘ (ચાણક્ય એકેડમી ભુજ)
Leave us a reply