આદિપુર ખાતે  જુનિયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધા આજ થી શરુ

આદિપુર, તા.૮ :  કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. 9 સેપ્ટેમ્બરના જુનિયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન આદિપુર ખાતે આવેલા કે.ડી.ટી.ટી.એ.ના સ્પોર્ટ્સ કોપ્લેક્ષ માં કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ટેનાસીટી, ઇનલાઇન અને ક્યુએડ ઇવેન્ટમા રમાશે. જેમાં 4 વર્ષ થી અંદર , 4 થી 6 વર્ષ અને 6 થી 8 વર્ષ કેટેગરી નો સમાવેસ થાય છે. જેમા કચ્છના વિવિધ સ્થળોમાંથી ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. કે.ડી.ટી.ટી.એ. ખાતે થોડા સમય પહેલા જ અધતન ધોરણો મુજબ તૈયાર થયેલ સ્કેટિંગ રીંકમાં આ પ્રથમ સ્પર્ધા રમાશે તેવું કે.ડી.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.

Share Now

Related Post

Leave us a reply

X