આદિપુર ખાતે  જુનિયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન

આદિપુર ખાતે  જુનિયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન

આદિપુર, તા.28 :  કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. 9 સેપ્ટેમ્બરના જુનિયર ઓપન કચ્છ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન આદિપુર ખાતે આવેલા કે.ડી.ટી.ટી.એ.ના સ્પોર્ટ્સ કોપ્લેક્ષ માં કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ટેનાસીટી, ઇનલાઇન અને ક્યુએડ ઇવેન્ટમા રમાશે. જેમાં 4 વર્ષ થી અંદર , 4 થી 6 વર્ષ અને 6 થી 8 વર્ષ કેટેગરી નો સમાવેસ થાય છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ કે.ડી.ટી.ટી.એ. સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, વોર્ડ ૫ બી, તપ હોસ્પિટલની સામે, ગુરૂ નાનક પબ્લીક સ્કુલની પાછળ, આદિપુર ખાતે અથવા સંસ્થાની વેબસાઈટ kdtta.in પરથી મેળવી 7મી સેપ્ટેમ્બર સુધી પરત કરવાના રહેશે. વધુ માહિતી માટે કે.ડી.ટી.ટી.એ. ઓફીસ ૦૨૮૩૬-૨૫૭૦૨૦ તેમજ કે.ડી.ટી.ટી.એ.ના  સ્કેટિંગ કોચ કરન જોશી મો. 9898060013 નો સંપર્ક કરવા કે.ડી.ટી.ટી.એના માનદ મંત્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.

Share Now

Related Post

Leave us a reply

X