આદિપુર ખાતેની ઓપન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આદિપુરના મહેશ હિંગોરાની મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું

આદિપુર ખાતેની ઓપન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં

આદિપુરના મહેશ હિંગોરાની મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું

આદિપુર, તા.૨૨: કે.ડી.ટી.ટી.એના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત ઓપન કચ્છ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની બુધવારે પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં મેન્સ સિંગલ્સનું ટાઈટલ આદિપુરના મહેશ હિંગોરાનીએ જીત્યું અને ઓપન ડબલ્સનું ટાઈટલ આદિપુર ના પ્રશાંત બુચ અને ડિમ્પલ ચંદનાનીએ જીત્યું હતું.  મેન્સ સિંગલ્સ ફાઈનલમાં મહેશ હિંગોરાની જીત્યાં આદિપુરના પ્રશાંત બુચની સામે, જયારે ઓપેન ડબ્લસમા પ્રશાંત બુચ અને ડિમ્પલ ચંદનાની જીત્યાં આદિપુરના મહેશ હિંગોરાની અને મનીષ હિંગોરાની સામે. વુમેન્સ સિન્ગ્લસમા આદિપુરની ડિમ્પલ ચંદનાની જીત્યા ભૂજના મેહા ગોહિલ સામે. જયારે  જુનીઅર બોયસ સિંગલ્સ મુન્દ્રાના ક્રિષ્ના વશિષ્ઠ જીત્યા ભુજ ના મિહિર રૂપારેલ સામે અને જુનીઅર  ગર્લ્સ  સિંગલ્સમાં આદિપુરની શિવાંગી ઠક્કર જીત્યાં ખનક મદાન  સામે.

વિજાતા ખેલાડીઓને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.ટી.એફ.આઈ.)ના ઉપપ્રમુખ અને જી.એસ.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાની,  કે.ડી.ટી.ટી.એ.ના ઉપપ્રમુખ શ્રીમતી તુલસી સુજાન  અને કે.ડી.ટી.ટી.એ.ના ફોઉંન્ડર મેમ્બર કમલ આસનાની  તથા ટોરનામેન્ટ ના ચિફ રેફરી અને ઈંટરનેસનલ અમ્પાયર હરી પિલ્લઇ દ્વારા વિજેતાઓને  ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કે.ડી.ટી.ટી.એ.ના ચાર્મી પટેલ, જીતેશ ઠક્કર, ચંદા ઠાકવાની, નરેશ ગોસ્વામી, ડીકલ ધારીવાલ, રણજીતસિંહ બી. જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

Share Now

Related Post

Leave us a reply

X