ઇશાન હિંગોરાણી યૂથ બોયઝ ચેમ્પિયન

ઇશાન હિંગોરાણી યૂથ બોયઝ ચેમ્પિયન

ઇશાને સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું

આણંદ, તા.14 ઓગસ્ટ : ઇશાન હિંગોરાણીએ વર્તમાન સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું જ્યારે જલય મહેતાએ સળંગ બીજુંટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી. અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (વિદ્યાનગર) ખાતે યોજાયેલી ચોથી ગુજરાતસ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઇશાન હિંગોરાણીએ યૂથ બોયઝ અને જલય મહેતાએ મેન્સ ટાઇટલ જીત્યું હતું. બંનેએ અલગઅલગ સ્ટાઇલથી તેમની ફાઇનલ મેચ જીતી હતી.

કચ્છના અને ત્રીજા ક્રમના ઇશાન હિંગોરાણીએ પાંચમા ક્રમના કૌશલ ભટ્ટને છ ગેમની રોમાંચક બનેલી ફાઇનલમાં 10-12 11-9 11-9 11-9 7-11 11-8થી હરવ્યો હતો.

મેન્સ સેમિફાઇનલમાં જલય મહેતા સામે હારી ગયેલો ઇશાન યૂથ બોયઝની ફાઇનલમાં દબાણ હેઠળ હતો. જોકે તેણે આકરી લડતઆપી હતી અને કેટલાક આક્રમક શોટથી ભાવનગરના કૌશલ માટે પરિસ્થિતિ કપરી બનાવી દીધી હતી. કૌશલે પણ કેટલાક ફોરહેન્ડવિનર્સથી શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ ઇશાન વિવિધ પ્લાન સાથે આવ્યો હતો અને પોતાની રમતમાં તેણે વારંવાર ઝડપ બદલીહતી જેને પરિણામે તેને સફળતા મળી હતી.

”આ ટુર્નામેન્ટથી મેં મારી ઝડપમાં વૈવિધ્યતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને તેનું મને પરિણામ મળ્યું છે. મારા હરીફ માટે આ સરપ્રાઇસશસ્ત્ર હતું ” તેમ 2018માં પહેલી વાર સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યા બાદ હળવાશ અનુભવી રહેલા ઇશાને જણાવ્યું હતું.

અગાઉ મેન્સ સેમિફાઇનલમાં જલય મહેતા સામે ઇશાનનો પરાજય થયો હતો. અંતે જલયે ફાઇનલ પણ જીતી લીધી હતી. વડોદરાનાઆ ચેમ્પિયન ખેલાડીએ ભાવનગરના જિજ્ઞેશ જયસ્વાલને 11-7 11-4 11-6 10-12 11-9થી હરાવ્યો હતો. તેણે વડોદરામાંયોજાયેલી ઇવેન્ટમાં પણ જિજ્ઞેશને હરાવ્યો હતો. ”આ વખતે હું વધુ તૈયારી સાથે આવ્યો હતો તેને કારણે આ વિજય આસાન લાગે છે. જિજ્ઞેશભાઈ ઘણા અઘરા હરીફ છે.” તેમ જલયે જણાવ્યું હતું.

પરિણામ

મેન્સ

સેમિફાઇનલ

4-જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ 1-ધરમરાજ રાણા (સુરત) 11-5 11-3 11-3 11-6

2-જલય મહેતા (વડોદરા) જીત્યા વિરુદ્ધ 6-ઇશાન હિંગોરાણી (કચ્છ) 11-4 10-12 11-8 10-12 11-6 11-1

 ફાઇનલ

2-જલય મહેતા (વડોદરા) જીત્યા વિરુદ્ધ 4-જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) 11-7 11-4 11-6 10-12 11-9

યૂથ બોયઝ

સેમિફાઇનલ

5-કૌશલ ભટ્ટ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ 8-પ્રથમ માદલાણી (વડોદરા) 11-6 11-4 11-4 7-11 11-7

3-ઇશાન હિંગોરાણી (કચ્છ) જીત્યા વિરુદ્ધ 2-નુતાંશુ દયામા (સુરત) 11-3 11-3 11-3 11-4

ફાઇનલ

3-ઇશાન હિંગોરાણી (કચ્છ) જીત્યા વિરુદ્ધ 5-કૌશલ ભટ્ટ (ભાવનગર) 10-12 11-9 11-9 11-9 7-11 11-8

સાથે ફોટોમાં સામેલ છે.

1. યૂથ બોયઝમાં કૌશલ ભટ્ટ (ડાબે) રનર્સ અપ ટ્રોફી સાથે જ્યારે ઇશાન હિંગોરાણી વિજેતા ટ્રોફી સાથે.

2. મેન્સ વિભાગમાં જિજ્ઞેશ જયસ્વાલ (ડાબે) રનર્સ અપ ટ્રોફી અને જલય મહેતા વિનર્સ ટ્રોફી સાથે.

Share Now

Related Post

Leave us a reply

X