આદિપુર ખાતેની સીનીઅર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટમાં માંડવીના ડો.પરાગ માર્દાનીયાએ મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું

આદિપુર ખાતેની સીનીઅર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટમાં

માંડવીના ડો.પરાગ માર્દાનીયાએ મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું

આદિપુર, તા.૧૩: કે.ડી.ટી.ટી.એના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત સીનીઅર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટની રવિવારે પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં મેન્સ સિંગલ્સનું ટાઈટલ માંડવીના ડો.પરાગ માર્દાનીયાએ અને મેન્સ ડબલ્સનું ટાઈટલ ભુજના ઝુબીન ઠક્કર અને કિશન વરૂએ જીત્યું હતું. ફાઈનલમાં ડો. પરાગ એ ભુજના યોગેશ જોશીને જયારે ઝુબીન ઠક્કર અને કિશન વરૂની જોડીએ કે.ડી.ટી.ટી.એ.ના કમલ ગુરનાની અને ચિરાગ ડોગરાની જોડીને હરાવ્યું હતું.

વિજાતા ખેલાડીઓને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.ટી.એફ.આઈ.)ના ઉપપ્રમુખ અને જી.એસ.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાની, ટુર્નામેન્ટ ડાયરેક્ટર સ્વીટી અડવાની, અને કે.ડી.ટી.ટી.એ.ના સહમંત્રી સુનીલ મેનનદ્વારા ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કે.ડી.ટી.ટી.એ.નાકમલ આસનાની, જીતુ પરમાર, નૂરશા પઠાણ, નીલેશ કાતરીયા, ચંદા ઠાકવાની, ચાર્મી પટેલ, નરેશ ગોસ્વામી, ડીકલ ધારીવાલ, રણજીતસિંહ બી. જાડેજાવગેરેએ જહેમત ઉઠાવી હતી.

Share Now

Related Post

Leave us a reply

X