આદિપુર ખાતે સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટે આકર્ષણ જમાવ્યું
આદિપુર, તા.૧૧: કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન આદિપુર ખાતે શનિવારે શરૂ થયેલી સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટે સંકુલમાં આકર્ષણ જમાવ્યું છે. આજે સવારે મુખ્ય અતિથિઓ ડી.એન.સોઢી, એફ.એ. એન્ડ સીએઓ અને કૃપાનંદ સ્વામી, ટ્રાફિક મેનેજર, દિન દયાળ પોર્ટ ટ્રસ્ટએ ટેનિસ રમીને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે કે.ડી.ટી.ટી.એ. ના ઉપપ્રમુખ તુલસી સુઝાન, માનદ મંત્રી હરેશ સંગતાની, સહમંત્રી સુનીલ મેનન, ફાઉન્ડર સભ્યો ડી.કે.અગ્રવાલ, કમલ આસનાની, હરી પિલ્લઈ, સ્વીટી અડવાની, મનિસ હિન્ગોરાની, મહેશ હિંગોરાની, કિશોર સંગતાની તેમજ કેડીટીટીએના કોચીસ જીતેન્દ્ર પરમાર, આનંદ શ્રીવાસ્તવ, કિરીટ જોશી, નૂરશા પઠાણ તેમજ સ્ટાફ ચંદા ઠાકવાની, જીતેશ ઠક્કર, ચાર્મી પટેલ, નરેશ ગોસ્વામી, ડીકલ ધારીવાલ, રણજીતસિંહ બી. જાડેજા, અનીલ બુટાની અને અનીલ દલવાની હાજર રહ્યા હતા.
આજના દિવસે મેન્સ સિંગલ્સની મેચો રમાઈ હતી. કાલે મેન્સ ડબલ્સની મેચો અને મેન્સ સિંગલ્સની ફાઈનલ અને ઇનામ વિતરણ યોજાશે.
આજના પરિણામો નીચે મુજબ છે.
ક્વાટર ફાઈનલ :
ડો. પરાગ માર્દાનીયા (માંડવી) જીત્યા સમીર લાડકા (ભુજ), દીપેનભાઈ (માંડવી) જીત્ય રોહન રામાંનીયા (ભુજ), યોગેશ જોશી (ભુજ) જીત્યા જયરાજ ગોહિલ (ભુજ), કમલ ગુરનાની (આદિપુર) જીત્યા તીર્થ દવે (ભુજ)
પહેલી સેમી ફાઈનલમાં માંડવીના ડો. પરાગ માર્દાનીયા (માંડવી) રમશે માંડવીના દીપેન ભાઈ સાથે જયારે બીજી સેમીફીનલમાં ભુજના યોગેશ જોશી રમશે અને આદિપુરના કમલ ગુરનાની સાથે રમશે.
સામેલ ફોટોમાં ટુર્નામેન્ટ ખુલ્લી મુક્યા બાદ મહાનુભાવો (ડાબેથી) હરી પિલ્લઈ, સુનીલ મેનન, ડી.એન.સોઢી, કૃપાનંદ સ્વામી, હરેશ સંગતાની, તુલસી સુઝાન, કમલ આસનાની નજરે પડે છે.
Leave us a reply