આદિપુર ખાતે કાલથી સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

આદિપુર ખાતે કાલથી સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

આદિપુર, તા.૧૦:  કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. ૧૧ અને ૧૨ ઓગસ્ટ દરમ્યાન સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન આદિપુર ખાતે આવેલા કે.ડી.ટી.ટી.એ.ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા મેન્સ સિંગલ્સ અને ડબલ્સ કેટેગરીમાં રમાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાતે થોડા સમય પહેલા જ ઉચ્ચ કક્ષાના માપદંડો મુજબ ત્રણ સિન્થેટીક લોન ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પર આ સ્પર્ધા રમનાર છે. તેમજ  થોડા દિવસો પહેલા જ અહિ જુનીઅર ઓપન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું સાફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.  

આ સ્પર્ધા ૧૧મી ના સવારે ૮ વાગ્યે થી શરૂ થશે એવું કે.ડી.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.

Share Now

Related Post

Leave us a reply

X