કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનની વેબસાઈટ ખુલી મુકાઈ
આદિપુર, તા. ૬ : આદિપુર ખાતે આવેલા અધતન સ્પોર્ટ્સ કોપ્લેક્ષ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કે.ડી.ટી.ટી.એ.) ની વેબસાઈટ www.kdtta.in રવિવારે ખુલ્લી મુકાઈ હતી. આ વેબસાઈટ લોન્ચ પ્રસંગે કે.ડી.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાની એ જણાવ્યું હતું કે “સમગ્ર કચ્છના રમત પ્રેમીઓને સરળતા રહે અને કે.ડી.ટી.ટી.એ. તમામ માહિતી ઓનલાઈન મળી રહે તે માટે આ વેબસાઈટને ખુલી મુક્તા ગર્વની લાગણી અનુભવિયે છીએ.”
આ પ્રસંગે કે.ડી.ટી.ટી.એ. પદાધિકારીઓ ઉપપ્રમુખ નરેશ બુલચંદાની, મહેશ ગુપ્તા, માનદ મંત્રી હરેશ સંગતાની, સહમંત્રી સુનિલ મેનન, ખજાનચી રાજુ મોટવાની, ફાઉન્ડર સભ્યો ડી.કે.અગ્રવાલ, મનીષ હિંગોરાની, હરી પિલ્લઇ, કમલ આસનાની, કેડીટીટીએના કોચીસ જીતેન્દ્ર પરમાર, આનંદ શ્રીવાસ્તવ, કિરીટ જોશી, નૂરશા પઠાણ તેમજ સ્ટાફ ચંદા ઠાકવાની, જીતેશ ઠક્કર, ચાર્મી પટેલ, નરેશ ગોસ્વામી, ડીકલ ધારીવાલ, રણજીતસિંહ બી. જાડેજા અને દિનેશ પ્રજાપતિ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧-૨ વર્ષમાં કે.ડી.ટી.ટી.એ. સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં અધતન ફેરફારો કરીને વિસ્તરણ કરવામાં આવ્યું છે. હાલમાં કે.ડી.ટી.ટી.એ. ખાતે લોન ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, સ્વીમીંગ તેમજ યોગા જેવી રમતો માટે પ્રમાણિત માપદંડો સહિતના કોર્ટસ બનાવવામાં આવ્યા છે જ્યાં અનુભવી કોચીસ દ્વારા રોજ પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. જેમાં રોજ ૨૫૦થી વધુ ખેલાડીઓ તાલીમ લઇ રહ્યા છે.
Leave us a reply