કચ્છના ઇશાન ની શક્તિદુત યોજના માટે પસંદગી

કચ્છના ઇશાન ની શક્તિદુત યોજના માટે પસંદગી

આ યોજના માટે પસંદ પામેલા કચ્છના પ્રથમ ખેલાડી

આદિપુર, તા. ૪ : કચ્છ આદિપુરના ટેબલ ટેનિસ ખેલાડી ઇશાન હિંગોરાની ની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એસ.એ.જી.) દ્વારા શક્તિદુત યોજના માટે પસંદગી કરવામાં આવી છે.  ઈશાનએ છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ટી.ટી.માં કરેલા સારા પ્રદર્શન બદલ તેની પસંદગી કરવામાં આવી છે. ઈશાનને ૧૫મી ઓગસ્ટના દિવસે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુરેન્દ્રનગર ખાતે રોકડ પુરષ્કાર આપવામાં આવશે. તેમજ ૭મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ગુજરાત સરકારનારમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના મંત્રીશ્રી સાથે પણ મુલાકાત કરશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે શક્તિદુત યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજ્યના ખેલાડીઓને તેમની સિદ્ધિઓના આધારે પસંદગી કરી, વૈજ્ઞાનિક ઢબે તાલીપ આપી, તેઓને પોષ્ટિક આહાર, રમતગમતની અધતન સુવિધા, આધુનિક સાધનો, સ્પોર્ટ્સ કીટ, સ્ટાઇપેન્ડ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ ઉપલબ્ધ કરાવી તેમજ જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ તાલીમ માટે મોકલી ઉતમ દેખાવ કરીશે તેવી વ્યવસ્થા આ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે.

ઈશાનની થોડા સમય પહેલા જ ભારત સરકારના પ્રતિભા વિકાસ કાર્યક્રમ ‘ખેલો ઇન્ડિયા’ માં પણ પસંદગી થઇ છે. અને તેમાં પણ પસંદગી પામનાર કચ્છના પ્રથમ ખેલાડી છે. ઇશાન ગયા વર્ષે જુનીઅર અને યુથ બંને વિભાગમાં રાજ્ય સ્તરે પ્રથમ ક્રમે રહી ચૂકેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇશાનએ શરૂઆતની તાલીમ આદિપુર ખાતેના કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (કે.ડી.ટી.ટી.એ.) ખાતે લીધેલી છે. તેમના પિતા મહેશ હિંગોરાની પણ ટેબલ ટેનિસના સારા ખેલાડી છે.

કે.ડી.ટી.ટી.એ.ના પ્રમુખ વિપુલ મિત્રા,આઈ.એ.એસ., ઉપપ્રમુખ નરેશ બુલચંદાની, મહેશ ગુપ્તા, તુલસી સુઝાન, વિમલ ગુજરાલ, માનદ મંત્રી હરેશ સંગતાની, સહમંત્રી સુનિલ મેનન, ખજાનચી રાજુ મોટવાની તેમજ ફાઉન્ડર સભ્યો ડી.કે.અગ્રવાલ, મનીષ હિંગોરાની, કુશલ સંગતાની, અનીલ ચંદનાની, સ્વીટી અડવાની, હરી પિલ્લઇ, મહેશ તેજવાની, સ્નેહા સંગતાની, કમલ આસનાની, રાજીવ સિંગ અને કિરીટ ધોળકિયાએ ઇશાનની તેની આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા.

 

Share Now

Related Post

Leave us a reply

X