આદિપુર ખાતે સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું

આદિપુર ખાતે સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું

આદિપુર, તા.૨૩:  કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. ૧૦ થી ૧૨ ઓગસ્ટ દરમ્યાન સિનીયર ઓપન કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન આદિપુર ખાતે આવેલા કે.ડી.ટી.ટી.એ.ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને વુમેન્સ ડબલ્સ કેટેગરીમાં રમાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાતે થોડા સમય પહેલા જ ઉચ્ચ કક્ષાના માપદંડો મુજબ ત્રણ સિન્થેટીક લોન ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પર આ સ્પર્ધા રમનાર છે. અને થોડા દિવસો પહેલા જ અહિ જુનીઅર ઓપન કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું સાફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ કે.ડી.ટી.ટી.એ. સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, વોર્ડ ૫ બી, તપ હોસ્પિટલની સામે, ગુરૂ નાનક પબ્લીક સ્કુલની પાછળ, આદિપુર ખાતે અથવા સંસ્થાની વેબસાઈટ kdtta.in પરથી મેળવી ૮મી ઓગસ્ટ સુધી પરત કરવાના રહેશે. વધુ માહિતી માટે કે.ડી.ટી.ટી.એ. ઓફીસ ૦૨૮૩૬-૨૫૭૦૨૦ તેમજ લોન ટેનિસના હેડ કોચ જીતેન્દ્ર પરમાર મો.૯૧૭૩૩૩૦૩૮૯નો સંપર્ક કરવા જણાવેલ છે. એન્ટ્રી ઈ-મેઈલ kdttasports@gmail.com તેમજ વોસ્ટઅપ નં.૯૧૭૩૩૩૦૩૮૯ પર પણ મોકલી શકાશે એવું કે.ડી.ટી.ટી.એના માનદ મંત્રી હરેશ સંગતાનીની યાદીમાં જણાવ્યું છે.

 

Share Now

Related Post

Leave us a reply

X